top of page
cpsDapadaNewBuilding.jpg

પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા દપાડા

આજના સતત પરિવર્તન પામતા યુગમાં વિશ્વ વામણું થતું દેખાય છે. મનુષ્ય ટેકનૉલોજીથી ભરપૂર જીવન જીવતો થયો છે. ૨૧મી સદીમાં જન્મેલું  બાળક સદીના અંત ભાગે કેવું જીવન જીવતો હશે?જો આ પ્રશ્નનો જવાબ હોય તો તે છે: શિક્ષણ.

શિક્ષણનો હેતુ મનુષ્યના પ્રાકૃત જીવનને ઉન્નતિકારક પ્રવાહના વહેણમાં ઉત્તમ મનુષ્યનું ઘડતર કરવાનો છે. મનુષ્યના માનવીય સદગુણોના વિકાસ માટે શિક્ષણ વ્યવસ્થામાં હેતુપૂર્વકનું આયોજન જરૂરી છે. અમારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સંસ્કારોનું સિંચન કરી બાળકોમાં નૈતિક મૂલ્યોનું ઘડતર કરી સુસંસ્કારીતાનુ નિર્માણ કરે છે.

દાદરા અને નગર હવેલી એ એક આદિવાસી બહુધા ધરાવતો સંઘપ્રદેશ છે.બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને ક્ષમતાઓને ઉજાગર કરી નિશ્ચિત ધ્યેય હાંસલ કરવા અમો હંમેશાપ્રયત્નશીલ છીએ. શાળા સહિયારા પ્રયાસો થકી બાળકનો સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

જ્યારે માતા-પિતા પોતાના વ્હાલસોયા બાળકને પોતાનાથી અળગું કરી જીવનના નવા પડાવમાં તેના ઉજ્જવળ ભવિષ્યની ખેવના રાખીને શાળામાં મોકલે છે ત્યારે આપણું પણ કર્તવ્ય છે કે બાળકોને હર્ષોલ્લાસ સાથે આવકારીએ અને ગુરૂજનો પરના વિશ્વાસને સાર્થક કરીએ. એના પહેલા પ્રયાસ થકી બાળક જ્યારે શાળામાં પ્રથમ પગલું માંડે છે તે પ્રસંગે શાળામાં તેને આવકારવા ઊજવવામાં આવતો પ્રવેશોત્સવ બાળકની જિંદગીનું એક મીઠું અને ચીર સ્થાયી સંભારણું બની રહે છે. પ્રોત્સાહન, હુંફ, કદર, સલામતી અને પ્રેમ પુરસ્કારથી પુલકિત બાળકનો શાળાએ આવવાનો ઉત્સાહ બેવડાય છે. ઉત્સાહસભર બાળક શિક્ષણની કેડીને કંડારે ત્યારે તેને પ્રગતિનો આંક નિરંતર ઊર્ધ્વ દિશામાં ગતિ કરતો રહે છે.

bottom of page