
શાળા વિષે
ગામનો પરિચય
દસ પાડાનો સમૂહ એટલે ‘દપાડા’. સાકડતોડ નદીના કિનારે આવેલું વનરાજીથી આચ્છાદિત સુંદર અને રમણીય ગામ. દપાડા આદિવાસી બહુધા વસતી ધરાવતો વિસ્તાર છે. મોટા ભાગે વારલી અને કોકણી જાતિના લોકો મૂળનિવાસી છે. ખેતી એ તેમનો મુખ્ય વ્યવસાય છે.
પ્રવાસ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ દ્વારા ‘સાતમાલિયા ડિયર પાર્ક’ નામે અભ્યારણ્ય જાહેર કરવામાં આવેલ છે. જે દપાડા ગામનું આકર્ષણ કેન્દ્ર છે. ગામના બાળકોના શિક્ષણ હેતુ ૫ આંગણવાડી કેન્દ્રો, 5 સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ અનુદાનિત મિશન શાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. લોકોના સ્વાસ્થ્ય જળવાય તે હેતુસર હોસ્પિટલની સુવિધા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે. ગામમાં 12 જેટલા ઔદ્યોગિક એકમો આવેલ હોવાથી ખેતી ઉપરાંત લોકોને રોજગારીની તકો મળી રહે છે.
આવા રળિયામણા ગામમાં આવેલી અમારી શાળામાં ગામના પ્રત્યેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને સુસંસ્કારોનું સિંચન થકી આદર્શ નાગરિકનું ઘડતર કરવા માટે અમો સતત કૃતનિશ્ચયી બની રહીશું.
ભૌતિક સુવિધાઓ
-
અધ્યયન અધ્યાપન સામગ્રી
-
લાયબ્રેરી/ રીડિંગ કોર્નર
-
રમતના સાધનો
-
પીવાના પાણીની સુવિધા
-
કુમાર કન્યા માટે અલાયદા શૌચાલયની સુવિધા
-
કમ્પાઉન્ડ વૉલ
વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર
30:1
ઉતીર્ણ થવાની ટકાવારી
100%
શાળા છોડવાનો દર
0%
હાજરીનો દર
90%
શૈક્ષણિક સુવિધાઓ
પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા દપાડા માં બાળકોના સર્વાંગી વિકાસ માટે અધ્યાપનની સાથે જરૂરી એવી તમામ સુવિધાઓ અપ્લબ્ધ છે, જેની માહિતી નીચે આપી છે.
શાળા વ્યવસ્થાપન સમિતિ
શાળાના સુચારુ સંચાલન માટે શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવી છે જેના સભ્યો ની વિગતો નીચે મુજબ છે. સમિતિ નું મુખ્ય કાર્ય શાળામાં ચાલતા દરેક કાર્ય ઉપર દેખરેખ રાખવી અને સુધારા વધારા માટે સલાહ સૂચનો કરવાનો છે.



