top of page
IMG-20221125-WA0011.jpg

શાળા વિષે

ગામનો પરિચય

દસ પાડાનો સમૂહ એટલે ‘દપાડા’. સાકડતોડ નદીના કિનારે આવેલું વનરાજીથી આચ્છાદિત  સુંદર અને રમણીય ગામ. દપાડા આદિવાસી બહુધા વસતી ધરાવતો વિસ્તાર છે. મોટા ભાગે વારલી અને કોકણી જાતિના લોકો મૂળનિવાસી છે. ખેતી એ તેમનો મુખ્ય વ્યવસાય છે.

​

પ્રવાસ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ દ્વારા ‘સાતમાલિયા ડિયર પાર્ક’ નામે અભ્યારણ્ય જાહેર કરવામાં આવેલ છે. જે દપાડા ગામનું આકર્ષણ કેન્દ્ર છે. ગામના બાળકોના શિક્ષણ હેતુ ૫ આંગણવાડી કેન્દ્રો, 5 સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ અનુદાનિત મિશન શાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. લોકોના સ્વાસ્થ્ય જળવાય તે હેતુસર હોસ્પિટલની સુવિધા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે. ગામમાં 12 જેટલા ઔદ્યોગિક એકમો આવેલ હોવાથી ખેતી ઉપરાંત લોકોને રોજગારીની તકો મળી રહે છે.

​

આવા રળિયામણા ગામમાં આવેલી અમારી શાળામાં ગામના પ્રત્યેક બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને સુસંસ્કારોનું સિંચન થકી  આદર્શ નાગરિકનું ઘડતર કરવા માટે અમો સતત કૃતનિશ્ચયી બની રહીશું.

ભૌતિક સુવિધાઓ

  • અધ્યયન અધ્યાપન સામગ્રી

  • લાયબ્રેરી/ રીડિંગ કોર્નર

  • રમતના સાધનો

  • પીવાના પાણીની સુવિધા

  • કુમાર કન્યા માટે અલાયદા શૌચાલયની સુવિધા

  • કમ્પાઉન્ડ વૉલ

વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર

30:1

ઉતીર્ણ થવાની ટકાવારી

100%

શાળા છોડવાનો દર

0%

હાજરીનો દર

90%

શૈક્ષણિક સુવિધાઓ

પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા દપાડા માં બાળકોના સર્વાંગી વિકાસ માટે અધ્યાપનની સાથે જરૂરી એવી તમામ સુવિધાઓ અપ્લબ્ધ છે, જેની માહિતી નીચે આપી છે.

Computer Lab.jpg

કોમ્પુટર લેબ

અત્યાધુનિક 15 કમ્પ્યુટરની સુવિધા અને કમ્પ્યુટર નિષ્ણાંત

ScienceLab.jpg

વિજ્ઞાન પ્રયોગશાળા

વિવિધ વિષય લક્ષી 80 જેટલા મોડેલ   

Library.jpg

​પુસ્તકાલય

1200  થી વધુ પુસ્તકોથી સજ્જ

સચિત્ર વાર્તા સંગ્રહ, જીવન ચરિત્ર, સામાન્ય જ્ઞાન, શબ્દકોશ અને અન્ય વિષયો ને લગતા પુસ્તકો  

Reading Corner.jpg

રીડીંગ કોર્નર

બાળ વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો અને  દૈનિક સમાચાર પત્રોના વાંચન માટની સુવિધા

શાળા વ્યવસ્થાપન સમિતિ

શાળાના સુચારુ સંચાલન માટે શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવી છે જેના સભ્યો ની વિગતો નીચે મુજબ છે. સમિતિ નું મુખ્ય કાર્ય શાળામાં ચાલતા દરેક કાર્ય ઉપર દેખરેખ રાખવી અને સુધારા વધારા માટે સલાહ સૂચનો કરવાનો છે.

અધ્યક્ષ

શ્રી સંતોષભાઈ રમેશભાઈ ગાંગોડા

ઉપાધ્યક્ષ

શ્રી અજયભાઈ બરક્યાભાઇ ફરારા

સભ્ય સંચાલક

શ્રીમતિ ડિમ્પલબેન હસમુખભાઈ પટેલ

સભ્ય

શ્રીમતિ પારૂબેન છગનભાઇ જેવળીયા

સભ્ય

શ્રીમતિ સવિતાબેન મહેશભાઇ પાસરિયા

સભ્ય

શ્રીમતી ભરતિબેન લખુભાઇ કાકડ

સભ્ય

શ્રીમતિ ગીતાબેન જસવંતસિંહ સોલંકી

સભ્ય

શ્રીમતિ સોનલબેન જાનુભાઇ પવાર

સભ્ય

શ્રીમતી સુનિતાબેન હરેશભાઈ દોડીયા

સભ્ય

શ્રી વિલાશભાઈ રામાભાઇ માહલા

સભ્ય

શ્રી રામુભાઈ દસમભાઇ ગાંગોડા

સભ્ય

શ્રી સતિષભાઇ જેઠીયાભાઇ સોમન

bottom of page